3 વર્ષની બાળકીને પિતાએ ઢોરમાર માર્યો, પેટ પર લાત મારી ગુપ્તાંગ પાસે…

દિવસે દિવસે સમાજમાં ક્રુરતાની હદ પાર થઈ જાય એવા બનાવ બની રહ્યા છે. મહાનગર સુરતમાં યુવતીની જાહેરમાં હત્યા બાદ ગાંધીનગરમાં આ ઘટના ઘટતા રહી ગઈ હતી. જ્યારે હવે રાજકોટ શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે વાંચતા હચમચી જવાય. ઉપલેટાના પાટણવાવ ગામે ત્રણ વર્ષની દીકરી પર પિતાએ ક્રુરતા દેખાડવામાં હદ વટાવી છે. સાવકા પિતાએ બાળકીના પેટ પર પાટા મારીને ગુપ્તાંગ પાસે ચિટલી તોડી છે. જેના કારણે બાળકીને ગંભીર ઈજા થતા સારવાર હેતું હોસ્પિટલ ખસેડાઈ છે.
હાલમાં એની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર કિસ્સો સામે આવતા આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બાળકીની માતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધીને કાયદેસરના પગલાં લીધા છે. પોલીસે સાવકા પિતા ધર્મેશ ચુડાસમાની ધરપકડ કરી લીધી છે. જ્યારે એના સંબંધી સંજય મુછળીયા સામે ગુનો દાખલ કરીને પગલાં લેવામાં આવ્યા છે. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. તેથી સારવાર હેતું હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિ દારૂ પીવાની આદતનો આદી હતો.
જેના કારણે મહિલાએ એનાથી છૂટાછેડા લઈ લીધા હતા. પછી મૂળ તોરણીયાના અને હાલમાં ઉપલેટાના સમઢીયાળા ગામે રહેતા ધર્મેશ પ્રવિણ ચુડાસમા સાથે મહિલાએ પ્રેમલગ્ન કર્યા હતા. તા.30.10 2021ના રોજ છૂટાછેડા થયા બાદ છેલ્લા ત્રણ મહિનાથી તે ધર્મેશ સાથે રહેતી હતી. પરિણીતાને આગલા ઘરનાથી એક દીકરીનો જન્મ થયો હતો. પછી દીકરાનો જન્મ થયો હતો. દીકરો અગાઉના ઘરવાળા સાથે રહેતો હતો. જ્યારે ત્રણ વર્ષની દીકરી માતા સાથે રહેતી હતી. આ દરમિયાન સાવકા પિતાએ ક્રુરતાની હદ પાર કરી હતી. કારણ કે, આ દીકરી એને ગમતી ન હતી. આવા અણગમાને કારણે તેણે પેટ પર લાત મારી હતી. આરોપી પિતા ધર્મેશ ચુડાસમા તથા તેના કૌટુંબિક સગા સંજય મુંછડિયાએ ત્રણ વર્ષ દીકરીને ઢોર માર માર્યો હતો.
દીકરીની પીઠના ભાગે અને કપાળમાં ઈજા પહોંચી હતી. બંનેએ બાળકીના ગુપ્તાંગ પાસે ચિટલીઓ ભરી હતી. જેના કારણે ચામડી લાલ થઈ ગઈ હતી. આ ઉપરાંત ગુપ્તાંગ ભાગે પણ ઈજા પહોંચી હતી. દીકરીની માતા અર્ચનાબેને કહ્યું કે, ધર્મેશ સાવકો બાપ છે. પહેલા લગ્નના છૂટાછેડા થઈ ગયા હતા. પછી આ દીકરીનો જન્મ થયો. એટલે આ દીકરી પતિને ગમતી ન હતી. તા.7 ફેબ્રુઆરીએ પણ ધર્મેશ અને સંજયે દીકરીને ઢોરમાર માર્યો હતો. પછી સંજય અને ધર્મેશ હોસ્પિટલ સારવાર માટે જવા દેતા ન હતા.
દીકરીની સ્થિતિ વધારે ગંભીર થતા સિવિસ હોસ્પિટલમાં સારવાર હેતું લઈ ગઈ. સાવકા બાપ ધર્મેશે તેની પત્નીને ધમકી આપી હતી કે, કોઈને વાત કરશે તો જાનથી મારી નાંખશે. હાલ આ માતા અને દીકરીને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે. જ્યારે આરોપીની ધરપકડ કરાઈ છે.