સુરતના સચિનમાં ઘર આંગણે રમતા 3 વર્ષના બાળકને SMCની કચરા ગાડીએ કચડી નાખ્યો…

સુરતના સચિનમાં ઘર આંગણે રમતા 3 વર્ષના બાળકને SMCની કચરા ગાડીએ કચડી નાખ્યો…

સુરતના સચિન GIDC નજીક ઉનપાટિયા વિસ્તાર આવોલો છે. આ વિસ્તારમાં મગદુમનગરમાં સુરત મહાનગરપાલિકાની કચરા ગાડીની અડફેટે એક ત્રણ વર્ષનો બાળક આવ્યો હતો. આ ઘટનામાં બાળકનું મોત થઇ ગયું હતું. કચરા ગાડીના ચાલકે ત્રણ વર્ષના બાળકને ઘર આંગણે જ કચડતા બાળકનું મોત થતા પરિવારના સભ્યો અને સોસાયટીના અન્ય રહીસોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ ઘટનામાં બાળકનું મોત થતાની સાથે જ ડ્રાઈવર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા ઉનપાટિયાના મગદુમનગરમાં શાહરૂખ શાહભાન ખટીક નામનો યુવક તેના પરિવારના સભ્યોની સાથે રહેતો હતો. શાહરૂખ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મિતાલી ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરતો હતો. શાહરૂખને સંતાનમાં પત્ની અને 2 પુત્ર છે. શાહરૂખના નાના દીકરાની ઉંમર 3 વર્ષની છે અને તેનું નામ સરફરાજ છે. સરફરાજ સોમવારે પોતાના ઘરના આંગણે બપોરના સમયે અન્ય બાળકોની સાથે રમત રમતો હતો.

તે સમયે તેની સોસાયટીમાં મહાનગરપાલિકાની કચરાની ગાડી આવી હતી. કચરાની ગાડીના ડ્રાઈવરે ત્રણ વર્ષના બાળકને અડફેટે લીધો હતો. આ ઘટનામાં સરફરાજનું માથુ કચરાની ગાડીની નીચે કચડાઈ ગયું હતું. તેથી તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું. કચરા ગાડીની નીચે કચડાઈને એક નાના બાળકનું મોત થયું હોવાનું જાણ થતા જ ડ્રાઈવર ગાડી છોડીને ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો.

પણ કચરાની ગાડીમાં કામ કરતા અન્ય લોકો ભાગી શક્યા નહોતા. તેથી સ્થાનીક લોકોએ રોષે ભરાઈને ગાડીમાં રહેલા અન્ય કામદારોને પડકી લીધા હતા. ત્યારબાદ સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાની જાણ સચિન પોલીસને કરી હતી. તેથી પોલીસ કાફલો ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને ત્રણ વર્ષના બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને કચરા ગાડીના ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને સ્થાનિક લોકો માગણી કરી રહ્યા છે કે, ડ્રાઈવર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.