માતાનો પ્રેમ ન મળતાં 13 વર્ષના બાળકે ગળાફાં’સો ખાઈ જીવન ટૂંકાવી દીધું, જાણો સમગ્ર ઘટના…

માતાનો પ્રેમ ન મળતાં 13 વર્ષના બાળકે ગળાફાં’સો ખાઈ જીવન ટૂંકાવી દીધું, જાણો સમગ્ર ઘટના…

સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલ ખોલવડ ગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માતાનો પ્રેમ ન મળતાં એક સગીરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. સગીર બાળકના આપઘાત બાદ તેણે લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી છે. સુસાઈડ નોટમાં સગીર બાળકે કોઈ બાવાનો ઉલ્લેખ કર્યો છે. 13 વર્ષના સગીરના આપઘાત કેસ મામલે જાણવા મળી રહ્યું છે કે, બાળકની માતા દોઢ વર્ષ પહેલાં બાવા સાથે ભાગી ગઈ હતી. અને બાવો માતાને મળવા ન દેતો હોવાથી સગીરે આપઘાત કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સગીરે સુસાઈડ નોટમાં કર્યો બાવાના નામનો ઉલ્લેખ
સગીરે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, પપ્પા મારે તો મરવું ન હતું પર શું કરવું બાવો આજ મને કીધું તમે ગયા પછી તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કે મને કાઈનો કરે પછી મેં વિચાર છું કે છું કરવું પછી મેં સોચુ આત્મહત્યા કરું.

માતાનો પ્રેમ ન મળી શકતાં પુત્રએ આપઘાત કર્યો હોવાની આશંકા
સગીર બાળકના આપઘાત કેસને લઈને કામરેજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર સગીરની સુસાઇડ નોટમાં કોઈ બાવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ પહેલાં સગીરની માતા બાવા સાથે ચાલી ગઈ હતી. પોતાની માતાને મળવા માટેનો પણ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. હાલ પોલીસ આ બાવો કોણ છે અને ક્યાં છે એની તપાસ કરી રહી છે.

પિતાએ કહ્યું, દીકરો ઊંઘમાં પણ બોલતો હતો કે, મારે માતાને મળવું છે
બાળકના આપઘાત મામલે પિતાએ કહ્યું કે, હું કામે ગયો હતો અને ઘરે આવ્યો ત્યારે ખબર પડી આ વસ્તુ બની છે. બાળકે જેના કારણે આપઘાત કરી લીધો તેનું નામ ઘનશ્યામ બોરડ છે અને મારો દીકરો તેને બાવો જ કહેતો હતો. મારો દીકરો કહેતો કે બાવાએ આમ કર્યું.રાત્રે ઊંઘમાં પણ દીકરો બોલતો હોય છે કે મારે મમ્મીને મળવા જાવું છે. અને વધારે કાંઈક બન્યું હશે એટલે મારા દીકરાએ આપઘાત કર્યો હશે. ઘનશ્યામને કારણે મારી પત્ની મારાથી અલગ થઈ ગઈ હતી. અમારો ઘરસંસાર 20 વર્ષ સુધી ચાલ્યો હતો. અને બાદમાં અમે છૂટાછેડા લઈ લીધા હતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.