તક્ષશિલા અગ્નિકાંડમાં જીવના જોખમે 15 બાળકોને બચાવનાર જતીનની હાલત થઇ ગઈ છે આવી, હકીકત જાણી આખોમાં આંસુ આવી જશે…

તક્ષશિલા અગ્નિકાંડ(Takshashila Fire)ની એ ગોઝારી ઘટનાને આજે ત્રણ વર્ષ પુરા થયા. 24 નિર્દોષ માસુમોનો ભોગ લેનાર આ દુર્ઘટનાના પડઘા આખા દેશ અને દુનિયામાં પડ્યા. ભોગ બનનારાના પરિવારની વેદના અસહ્ય છે જે કદીય ભુલી શકાય તેમ નથી.
આ દુર્ઘટનામાં પોતાના જીવના જોખમે જેણે 15થી વધારે વ્યક્તિઓને બચાવીને પોતે ખૂબ દયનીય હાલતમાં જીવી રહ્યા છે તેવી વ્યક્તિને મદદ કરવા આપને અમે એક ટહેલ કરીએ છે. આજે વાત કરવી છે એક એવા યોધ્ધાની જે પોતાની જાનના જોખમે અનેક માસુમોની મદદ કરવા દોડી ગયો અને તેની પોતાની જિંદગી ડોખજ બની ગઈ.
સુરતના લસકાણા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય યુવાન જતીન નાકરાણી તક્ષશિલા આર્કેડના બીજા માળે ફેશન ઇન્સ્ટિટયૂટ ચલાવતા હતા. તક્ષશિલામાં આગ લાગતા જતીને પરિસ્થિતિની ગંભીરતાને સમજી તાત્કાલિક પોતાના સ્ટાફની સાથે ચોથા માળે પહોંચી એક પછી એક 15 વ્યકિતઓને બારીમાંથી બહાર નીકળવામાં મદદ કરી પણ તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પોતાને બહાર નીકળવા માટે અન્ય કોઇ વિકલ્પ નહીં દેખાતા આ રિયલ લાઈફ હીરો એ ચોથા માળેથી નીચે કૂદકો માર્યો જેમાં તેને માથાં, હાથ અને પાસળીઓમાં ગંભીર ઇજાઓ થઈ હતી.
બે બહેનોનો એકનો એક ભાઈ જતીન આ દુર્ઘટનામાં બચી તો ગયો પરંતુ પોતાની યાદશક્તિ ગુમાવી દીધી. અસંખ્ય ઇજાઓ અને વેદના સહન કરતાં તે ઘણો સમય હોસ્પિટલમાં રહ્યા. પરંતુ હજુ પણ પથારીવશ જ છે. તેને કંઈપણ યાદ નથી પણ એક જ શબ્દ તક્ષશિલા સાંભળીને તેઓ બેકાબૂ બની ચીસો પાડવા લાગે છે, ડરી જાય છે, બહાવરા-બેબાકળા બની જાય છે.
અગ્નિકાંડમાં તેની ઓફીસ બળીને ખાક થઈ ગઈ જેમાં લગભગ 1 કરોડ રૂપિયા ઉપરાંતનું આર્થિક નુકસાન થયું. દવાખાનાના તોતિંગ ખર્ચાએ ઘરને આર્થિક રીતે પાયમાલ કરી દીધું અને હસતા ખેલતા આ પરિવારને ખાવાના પણ ફાંફા પડી ગયા.
જતીનને એક મિનીટ પણ એકલા મૂકી શકાય તેમ ન હોવાથી તેના પિતા ભરતભાઇએ સતત તેની સાથે રહેવું પડે છે.
આમ ઘરમાં કમાનાર કોઈ ના રહેતા પરિવાર માનસિક રીતે તૂટી પડ્યો છે. ખરેખર તો બહાદુરી માટેના પુરસ્કાર ગેલેન્ટ્રી એવોર્ડના હક્કદાર એવા આ સાચા ફાઇટરની પીડા, તેના માતાપિતાની વેદના અને બહેનોનું દુખ અસહ્ય છે.
અમે લોકોને અપીલ કરીએ છે કે આ પરિવાર ને આપણે સૌ સાથે મળીને શક્ય તેટલી વધારેમાં વધારે મદદ કરીએ જેથી જતીનભાઈની વધારે સારી રીતે સારવાર થઈ શકે અને પરિવારને ટેકો થઈ શકે. અમે સૌ હાર્દિક અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ આ પરિવારને શક્ય તેટલી ફૂલ નહીં તો ફુલની પાંખડી મદદ કરશો અને જતીનભાઈ ને યોગ્ય સારવાર મળે તથા તેઓ જલ્દીથી સાજા થાય તેવી ઈશ્વર ને પ્રાર્થના કરીએ. જતીનભાઈના પિતા ભરતભાઇનો કોન્ટેક્ટ 9624695722 કરી તમે મદદ કરી શકો છો.