3 ટપોરીએ 2 પર યુવક ચપ્પુ અને તલવારથી હુમલો કર્યો…

3 ટપોરીએ 2 પર યુવક ચપ્પુ અને તલવારથી હુમલો કર્યો…

રાત્રી દરમિયાન એપાર્ટમેન્ટની નીચે બેઠાલ યુવાન પાસે એકાએક કાર આવી અને કાર માંથી ઉતરેલા બે ઈસમોએ યુવાન સાથે બોલાચાલી શરૂ કરી ત્યાંતો કાર માંથી ઉતરેલા ત્રીજા ઇસમે પહેલા ચપ્પુથી યુવાન પર હુમલો કર્યો અને ચપ્પુ યુવાને ખેંચી લેતા ઉશ્કેરાયેલા યુવાને કારની દિક્કી માંથી તલવાર કાઢી યુવાનને મારવા દોડ્યો હતો જે જોઈ યુવાનનો મિત્ર બચાવવા જતા તેના પર તલવારનો હુમલો કરતા સામાન્ય ઈજાઓ થઈ હતી સમગ્ર મામલે પલસાણા પોલીસે કારમાં આવેલા ત્રણ ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

મળતી માહિતી અનુસાર પલસાણા ચાર રસ્તા પર આવેલ મેઘા પ્લાઝાના મકાન નંબર 101 માં રહેતા લોકેશ ઉર્ફે સોનુ હિતેશભાઈ ચૌધરી (ઉ.વ.21) નાઓ નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા ધુળેટીના દિવસે 9 વાગ્યાના અરસામાં લોકેશ ચૌધરી પોતાની બિલ્ડિંગના નીચે આવેલ મેડીકલ સ્ટોર નજીક બેઠો હતો જે અરસામાં એકાએક હ્યુન્ડાઇ કાર GJ 19 BA 4269 આવી અને તેમાંથી સંતુ ઉર્ફે તાંતિયા નામનો ઈસમ ઉતર્યો અને લોકેશચૌધરીને “ તારે મેઘા પ્લાઝાનો ભાઈ બનવું છે એમ કહી નાલાયક ગાળો આપવા લાગ્યો હતો અને આ વખતે કાર માંથી અન્ય એક રૂત્વિક નામનો ઈસમ ઉતરી લોકેશ ચૌધરી સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો જે વખતે કાર માંથી એક અજાણ્યો ઈસમ ઉતરી લોકેશભાઈ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો હુમલાથી બચવા જતા લોકેશભાઈને ડાબા હાથપર ઈજાઓ પહોંચી હતી લોકેશભાઈ એ અજાણ્યા પાસેથી ચપ્પુ ખોંચવી લેતા ઉશ્કેરાયેલા આ યુવાને કારની ડિક્કી ખોલી તલવાર કાઢી લોકશ ચૌધરી તરફ હુમલા માટે દોડ્યો હતો.

જે દરમિયાન લોકેશ ચૌધરીનો મિત્ર સમીર ઇકબાલ ખાન વચ્ચે આવતા આ ઈસમ એની પાછળ તલવાર લઈ દોડ્યો હતો આ ઘટનામાં સમીર ખાનને હાથની આંગળી પર ઈજાઓ થઈ હતી આ ઘટનામાં સોસાયટીના રહીશો ભેગા થઈ જતા હોબાળો મચાવતા આ ત્રણેય લુખ્ખા તત્વો લોકેશ ચૌધરીને હવે તું વચ્ચે પડ્યો તો કાપી નાખીશુ એવી ધમકી આપી કાર મૂકી ફરાર થઈ ગયા હતા સ્થાનિકો ઉશ્કેરાયને કારનો ખુરદો બોલાવ્યો હતો ઘટના અંગે લોકેશ ચૌધરીએ પલસાણા પોલીસ મથકમાં ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપી હતી માથા ભારે સંતુ ઉર્ફ તાતીયા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું બહાર આવ્યું હતું

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.