કારમાં બેસાડીને 3 નરાધમો સગીરાને કેનાલ પાસે લઈ ગયા, વારાફરતી પીંખ્યાં બાદ ત્યાં જ રઝળતી મૂકી દીધી, રુંવાડા ઉભા થઇ જય તેવો કિસ્સો…

રોજ રોજ દુષ્કર્મના બનાવો બનવાના કિસ્સા સામે આવે છે. સરકારે આવા નરાધમ લોકોમાં ગંભીર ભય બેસાડવો પડશે જેથી કરીને અન્ય કોઈ નરાધમ યુવકો આ પ્રકારનું કામ કરતા પહેલા સો વખત વિચાર કરે. હાલ વધુ એક દીકરી દુષ્કર્મનો ભોગ બની છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા સાંતલપુર તાલુકામાં એક એવો બનાવ બન્યો છે.
જે સાંભળતાની સાથે જ શરીરમાંથી એકાએક રુંવાડા બેઠા થઈ જશે. સાંતલપુર તાલુકાના ગામડાના વિસ્તારમાં રહેતી એક સગીરા પર ત્રણ નરાધમ યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. ત્રણ નરાધમ યુવકે કાર લઈને સગીરા પાસે આવ્યા હતા તેને કારની અંદર બળજબરીપૂર્વક બેસાડી દીધી હતી.
અને ગામ પાસે આવેલી નર્મદા કેનાલ પર લઇ ગયા હતા. સગીરા ખૂબ જ બૂમાબૂમ કરતી હતી પરંતુ કારમાંથી તેનો અવાજ બહાર ન જવાને કારણે તેને કોઈપણ વ્યક્તિની મદદ મળી ન હતી. આ નરાધમ યુવકોએ કેનાલના કાંઠે વિસ્તાર પર કાર ઊભી રાખીને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
એક સાથે ત્રણે ત્રણ યુવકો સગીરા પર દુષ્કર્મ ગુજારવા પાછળની દીકરીની પીડા વિશે વિચારતાની સાથે જ આંખમાંથી આંસુ વહેવા લાગે છે. આટલું જ નહીં પરંતુ આ ત્રણેય નરાધમોએ સગીરાને કેનાલના પાણીમાં ફેંકી દેવાની તેમજ જો તે અન્ય કોઈ વ્યક્તિને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બાબતની જાણ સગીરાના હિંમત કરીને પોતાના પરિવારજનોને કરી હતી. ત્યારે પરિવારજનો એ પોતાની દીકરીના મોઢેથી આ પ્રકારના શબ્દો સાંભળ્યા અને તેઓ ખુબ ઊંડા આઘાતમાં ચાલ્યા ગયા હતા. તેઓ તાત્કાલિક ધોરણે સાંતલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા.
સગીરાના પિતાએ પુરાની દીકરી સાથે થયેલા અત્યાચાર અને દુષ્કર્મ કરવાની ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો. અને તાત્કાલિક ધોરણે આ ઘટનાને લઇને આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે કામે લાગી ગઈ હતી.
એમ જ ફરિયાદને આધારે આગળની તપાસ ચાલુ કરી દીધી હતી. આ અગાઉ પણ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વધુ એક દુષ્કર્મની ઘટના નોંધાઈ છે. એક ઘટના મુજબ પૂર્વ પ્રેમી એ જુદી જુદી જગ્યાઓ પર લઈ જઈને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાતા ની સાથે જ પોલીસે પૂર્વ પ્રેમીને ઝડપી પાડયો છે.