ગ્રીષ્માની હ’ત્યાને નજરે જોનારા 25 સાક્ષીએ જણાવ્યું કે કેમ કોઈ બચાવવા ન ગયા, જુઓ…

ગ્રીષ્માની હ’ત્યાને નજરે જોનારા 25 સાક્ષીએ જણાવ્યું કે કેમ કોઈ બચાવવા ન ગયા, જુઓ…

સુરત સિટીના પાસોદરામાં જાહેરમાં ગ્રીષ્મા નામની હત્યાના કેસમાં પોલીસે યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી છે. કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ સામે ઘટના બની એના માત્ર છ દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે. જેમાં 25 લોકો એવા હતા જેમણે આ ઘટના નજર સામે જોઈ હતી. આ તમામ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા. આ તમામ લોકોએ પોતાના નિવેદનમાં એવું લખાવ્યું હતું કે, જ્યારે ઘટના બની ત્યારે તેઓ આરોપીના હાથમાં ચપ્પુ હોવાથી એની પાસે ગયા નહીં. કેટલાક લોકોને એવી બીક હતી કે, નજીક જવાથી તે યુવતીને ચપ્પુ મારી દેશે.

આ દરમિયાન પોલીસે પહેલી વખત 170 સાક્ષીઓના ઘરે જઈને એમના સ્ટેટમેન્ટ લીધા છે. આ અઠવાડિયાથી કોર્ટમાં ટ્રાયલ શરૂ શકે. જોકે, આ કેસમાં ઝડપથી ચૂકાદો આવે એવી લોકો રાહ જોઈ રહ્યા છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા આ સમગ્ર કેસ પર સતત વૉચ રાખી રહ્યા છે. મરનાર યુવતીના પરિવારજનો ઈચ્છે છે કે તેઓ આ કેસ લડે.

પહેલી વખત એવું બન્યું છે કે, હત્યાના કેસમાં આરોપીની ધરપકડ બાદ છ જ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઈ હોય. આ ઉપરાંત ચાર્જશીટની સમગ્ર પ્રક્રિયા ઝડપથી થાય એ માટે પોલીસ કુલ 190 લોકોના ઘરે ઘરે ગઈ હતી. સામાન્ય રીતે સાહેદોને કોઈ કેસમાં પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવે છે. આ કેસમાં ઊલટું ચિત્ર જોવા મળ્યું છે.

ગ્રીષ્માની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યારે વીડિયો વાયરલ થયો ત્યારે આસપાસ લોકો જોવા મળ્યા હતા. સવાલ એ હતો કે, કોઈ એમને બચાવવા માટે પ્રયાસ કેમ ન કર્યા? પોલીસે આ ઘટના નજરે જોનારા 25 લોકોના નિવેદન નોંધ્યા છે. આ કેસમાં પાસ કાર્યકર્તા કરૂણેશ રાણપરિયાની પોલીસે પૂછપરછ કરી છે. તે ગ્રીષ્માની ઘરની નજીક રહે છે. કરૂણેશનો એક સંબંધી આરોપી ફેનિલનો મિત્ર છે. એક ગ્રૂપ ફોટોમાં આરોપી ફેનિલ સાથે તે પણ જોવા મળ્યો હતો. જેથી પોલીસ એમના ઘરે તપાસ હેતું પહોંચી હતી.

ફેનિલ સાથે કરૂણેશના આ સંબંધી જોડાયેલો હોવાની વાત ચર્ચામાં હતી. જોકે, FSL રીપોર્ટ કરાતા ઓડિયો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કેસમાં કુલ 188 ડૉક્યુમેન્ટ્રી એવિડન્સ ભેગા કરાયા છે. 23 પંચનામા થયા છે. જોકે, ગ્રીષ્મા કેસમાં આટલી ઝડપથી કાર્યવાહી થતા હવે કોર્ટ શું ચૂકાદો આપે છે એના પર સૌની નજર છે. જાહેરમાં હત્યાનો કેસ સુરતમાંથી સામે આવ્યા બાદ ગાંધીનગરમાં પણ આવી ઘટના બનતા બનતા અટકી ગઈ હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.