મતદાન પહેલા પીળી સાડીવાળી મહિલા અધિકારી ફરી ચર્ચામાં, નવા લૂકમાં જોવા મળી…

મતદાન પહેલા પીળી સાડીવાળી મહિલા અધિકારી ફરી ચર્ચામાં, નવા લૂકમાં જોવા મળી…

ઉત્તર પ્રદેશમાં 2017ની વિધાનસભા અને 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન લખનૌમાં વોટિંગ ડ્યુટીમાં ખૂબ જ ચર્ચામાં આવેલી પીળી સાડીમાં આવેલી રીના દ્વિવેદી ફરી મતદાન કરાવવા તૈયાર છે. પીળી સાડીવાળી રીના દ્વિવેદીએ બુધવારે થનાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના ચોથા તબક્કાનું મતદાન કરાવવાની તૈયારીઓ કરી લીધી છે, પરંતુ આ વખતે તેનો ગેટઅપ બદલાઈ ગયો છે.

બુધવારે લખનૌમાં વોટિંગ થવાનું છે અને રીનાની ફરજ મોહનલાલગંજ વિધાનસભા ક્ષેત્રમાં લાગેલી છે. લખનૌમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં ક્લાર્ક તરીકે તૈનાત રીના દ્વિવેદી 2022ની વિધાનસભા ચૂંટણીમાં ફરીથી ફરજ પર છે. આ વખતે તેઓ મોહનલાલગંજમાં મતદાનના કામમાં વ્યસ્ત છે. પીળી સાડીથી ફેમસ થનાર રીના દ્વિવેદીએ હવે પોતાનો ગેટ અપ બદલ્યો છે.

મંગળવારે, ફરજ પર જતા પહેલા બ્લેક સ્લીવલેસ ટોપ અને ઓફવ્હાઈટ ટ્રાઉઝરમાં પોલિંગ પાર્ટી સાથે ફરજ પર જવા નીકળી હતી. રીના દ્વિવેદીને નવા ગેટ અપમાં જોયા બાદ ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોની સાથે પોલીસકર્મીઓ પણ તેમની સાથે સેલ્ફી લઈ રહ્યા હતા.

રીના દ્વિવેદીએ કહ્યું કે અમારો ઉદ્દેશ્ય આ વખતે પણ વધુમાં વધુ મતદાન કરાવવાનો રહેશે. હવે ગેટ બદલવા વિશે તેણે કહ્યું કે હું ફેશનને ફોલો કરું છું. હું પણ દરેક સમયે અપડેટ રહેવાનું પસંદ કરું છું. તેથી જ મારો ગેટઅપ પણ બદલાઈ ગયો છે.

તેમણે કહ્યું કે અમે મતદારોને જાગૃત કરવાનો પૂરો પ્રયાસ કરીશું, મને જે પણ કામ સોંપવામાં આવશે તે હું ખૂબ સારી રીતે કરી શકીશ. ચૂંટણી ડ્યુટી દરમિયાન ‘પીળી સાડીવાળી’ મહિલા અધિકારી તરીકે પ્રખ્યાત થયેલી લખનૌની રીના દ્વિવેદીને આ વખતે મોહનલાલ ગંજના બૂથમાં પોસ્ટ કરવામાં આવી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં, તેણી નાગરમમાં ફરજ પર હતી, જ્યારે 2017 માં તેણી સરોજિનીનગર વિધાનસભા ક્ષેત્રમાં પોસ્ટેડ હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.