રશિયા-યુક્રેન યુદ્ધનો 16મો દિવસ, રશિયન વિદેશમંત્રીનું મોટું નિવેદન-રશિયાએ ક્યારેય યુદ્ધની ઈચ્છા રાખી નથી, અમેરિકા યુક્રેનમાં નહીં મોકલે પોતાની સેના…

રશિયા-યુક્રેન યુદ્ધનો 16મો દિવસ, રશિયન વિદેશમંત્રીનું મોટું નિવેદન-રશિયાએ ક્યારેય યુદ્ધની ઈચ્છા રાખી નથી, અમેરિકા યુક્રેનમાં નહીં મોકલે પોતાની સેના…

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 16મો દિવસ છે. રશિયન સેના કીવની વધુ નજીક પહોંચી ગઈ છે. બીજીતરફ દરરોજ સવારે 10 વાગ્યે પોતાના તરફથી હ્યુમન કોરિડોર બનાવવાની વાત કહી છે, જેનાથી યુદ્ધમાં ફસાયેલા નાગરિકોને કાઢી શકાય કે તેમને માનવીય સહાયતા પહોંચાડી શકાય. જ્યારે, સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે આ સમય યુદ્ધગ્રસ્તોને સમર્થન આપવાનો અને તેમના પ્રત્યેની એકતા દર્શાવવાનો છે. જ્યારે યુક્રેનના શિક્ષણમંત્રીએ દાવો કર્યો છે કે રશિયાએ તેમના દેશમાં 280 સ્કૂલ-કોલેજ નષ્ટ કરી છે.

યુક્રેનની 280 શાળાઓ અને કોલેજો નાશ પામી: યુક્રેનના શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે રશિયાએ દેશની 280 શાળાઓ અને કોલેજોને બોમ્બ વિસ્ફોટો અને હવાઈ હુમલાઓથી નષ્ટ કરી દીધી છે.

યુક્રેન યુદ્ધ અપડેટ્સ…

યુક્રેનનાં શહેરોમાંથી બે દિવસમાં લગભગ 1 લાખ લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે: ઝેલેન્સ્કી
રશિયા આજે કિવ, ચેર્નીહાઈવ, સુમી, કહરકિવ અને મારિયુપોલમાં હ્યુમન કોરિડોર ખોલશે.
રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું હતુ કે, યુક્રેનમાં બાળકોની હોસ્પિટલ પર કોઈ હવાઈ હુમલો કરવામાં આવ્યો નથી.
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે યુક્રેન યુદ્ધથી પ્રભાવિત લોકોને સમર્થન આપવા માટે સહયોગ અને એકતા બતાવવી જોઈએ. આ યુદ્ધ આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
રશિયા યુક્રેન પર ટેન્ક, પેરાડ્રુપર્સ, ઈન્ફેટ્રી, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલથી હુમલા કરી રહ્યું છે. એવામાં યુક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે તેણે બ્રોબરીમાં રશિયાની સેનાના 5 ટેન્ક નષ્ટ કરી નાંખ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આરોપ લગાવ્યો છે કે રશિયાની સેનાએ મારિયુપોલમાંથી નાગરિકોને બહાર કાઢવા માટે બનાવવામાં આવેલા કોરિડોર પર હુમલો કર્યો હતો.
યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે યુક્રેન યુદ્ધથી અસરગ્રસ્ત નાગરિકો માટે 5.3 કરોડ ડોલરની સહાય આપવાની જાહેરાત કરી છે.
રશિયા ખાર્કિવ, ઓબ્લાસ્ટમાં એમોનિયાના વેરહાઉસને ઉડાવી દેવાનું વિચારી રહ્યું છે.
રશિયાના ડેપ્યુટી PM અને ઉર્જા મંત્રી એલેક્ઝેન્ડર નોવાકે ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી સાથે વાત કરી અને બંને દેશોના ઈંધણ અને ઉર્જા પ્રોજેક્ટ્સમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી.
રશિયાએ ભારતીય વિદ્યાર્થીઓને રશિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાની તક આપવા જેવા મુદ્દાઓ પર પણ વાત કરી હતી.
યુક્રેનના સુમીથી બહાર કાઢવામાં આવેલા ભારતીયોને લઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ શુક્રવારે સવારે 5.45 કલાકે દિલ્હી પહોંચી હતી.

આ દરમિયાન રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવેનું એક મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે રશિયાએ ક્યારેય યુદ્ધ ઈચ્છ્યું નથી, એટલે સુધી કે તેમણે અત્યારે ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવાની માગ કરી. યુક્રેન અને તુર્કીના વિદેશમંત્રીઓની સાથે બેઠક પછી લાવરોવે કહ્યું કે તેઓ કીવની સુરક્ષાની ગેરંટી પર વાતચીત માટે તૈયાર છે. તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠકની સંભાવનાનો પણ ઈનકાર કર્યો નહોતો. તેમણે કહ્યું કે તેઓને લાગતું નથી કે ન્યુક્લિયર યુદ્ધ શરૂ થશે.

રશિયાએ યુક્રેનના ચાર મોટા શહેરોને ઘેરી લીધા છે: બીજી તરફ રશિયાએ યુક્રેનના ચાર મોટા શહેરોને ઘેરી લીધા છે અને રાજધાની કિવની સરહદની નજીક પહોંચી ગઈ છે. રશિયાના અવિરત હુમલાઓ છતાં પૂર્વમાં ખાર્કિવ હજુ પણ યુક્રેન પાસે છે. જ્યારે ઉત્તરપૂર્વમાં સુમી રશિયન સૈનિકોના ઘેરા હેઠળ છે, પરંતુ માનવતાવાદી કોરિડોર દ્વારા હજારો લોકો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે. આ સિવાય રાજધાની કિવ પણ યુક્રેનની પાસે છે. રશિયા કિવ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અને શહેરની સરહદની આસપાસથી રશિયન સૈનિકોના વાહનો જોઈ શકાય છે. છેલ્લા બે દિવસમાં યુક્રેનના સુમી અને કિવમાંથી 80 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

કમલા હેરિસના હાસ્ય પર વિવાદ: યુક્રેન યુદ્ધના કારણે હંગેરીમાં શરણાર્થીઓના સંકટ બાબતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુએસ વાઇસ પ્રેસિડેન્ટ હસ્યા હતા. આ બાબતે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના પૂર્વ પ્રેસ સચિવ યુલિયા મેન્ડેલનું એક ટ્વીટ મુદ્દે ચર્ચા થઈ રહી છે. તેમણે લખ્યું કે જો હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બને છે તો તે એક દુર્ઘટના હશે. જો કે, વિવાદ વધતાં તેમણે ટ્વીટ ડિલીટ કરી દીધી હતી.

અમેરિકા પોતાની સેના યુક્રેનમાં નહીં મોકલે: અમેરિકાએ કહ્યું છે કે રશિયા વિરુદ્ધ યુદ્ધ લડવા માટે અમેરિકન સેનાને યુક્રેન મોકલવાની તેની કોઈ ઈચ્છા નથી. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે અમારો અંદાજ એ વાત પર આધારિત છે કે કઈ રીતે વિશ્વ યુદ્ધને ટાળવામાં આવે. બીજીતરફ, અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ અર્દોગન સાથે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે વાતચીત કરી. તેમાં રશિયાને યુદ્ધ માટે જવાબદાર ઠેરવવા માટે સતત થઈ રહેલા આંતરરાષ્ટ્રીય દબાણના મહત્વ વિશે ચર્ચા થઈ.

રશિયા-યુક્રેન યુદ્ધને પખવાડિયું વીતી ગયું છે. પણ યુદ્ધ અટકવાનું નામ લેતું નથી. જોકે બન્ને દેશનું એકબીજા પ્રત્યેનું વલણ નરમ પડ્યું છે. આ દરમિયાન CIA ચીફ વિલિયમ બર્ન્સનું પ્રથમવાર નિવેદન આવ્યું છે.

બર્ન્સે કહ્યું-ચીનની ઈન્ટેલિજન્સ એજન્સીઓ પોતાના રાષ્ટ્રપતિને પુતિનના ઈરાદા અંગે જણાવવામાં નિષ્ફળ રહી. ચીનની ઈમેજને તેનાથી ઘણું નુકસાન થયું. અમને લાગ્યું હતું કે ચીન અને રશિયા ઈન્ટેલિજન્સ શેરિંગ કરી રહ્યા છે પરંતુ એવું બન્યું નહીં અને તેના પુરાવા હવે સામે આવી રહ્યા છે.

પુતિનની શરતો બિલકુલ માન્ય નહીંઃ ફ્રેન્ચ પ્રેસિડન્ટ:

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુએલ મૈક્રોંએ ગુરૂવારે રાતે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે વાતચીત કરી હતી. જેના પછી તેમણે જણાવ્યું હતું-સીઝફાયર માટે રશિયાના રાષ્ટ્રપતિ જે શરતો મૂકી રહ્યા છે, એ કોઈપણ સંજોગોમાં અને કોઈને પણ સ્વીકાર્ય ન હોઈ શકે. શાંતિની આશા તો રાખી શકાય પણ કોઈ તેનો નક્કર આધાર તો હોવો જોઈએ.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયાને ગુરુવારે બે સપ્તાહનો સમય ગાળો પૂરો થઈ ગયો છે. પણ યુદ્ધ અટકવાનું નામ લેતું નથી. જોકે બન્ને દેશનું એકબીજા પ્રત્યેનું વલણ નરમ પડ્યું છે. યુક્રેને નાટોનું સભ્યપદ લેવાને લઈ પોતાની જીદને પાછળ છોડી દીધી છે, જ્યારે રશિયાએ કહ્યું છે કે યુક્રેનની વર્તમાન સરકારને પાડવાનો તેનો કોઈ જ ઈરાદો નથી, પણ તે આ દેશને તટસ્થ બનાવવા માગે છે. દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે રશિયા સામે આંતરરાષ્ટ્રીય યુદ્ધ અપરાધની તપાસ કરવાનું આહવાન કર્યું છે.

યુક્રેનમાં રશિયાની સંપત્તિ જપ્ત થશે, ઝેલેન્સ્કીએ કાયદા ઉપર હસ્તાક્ષર કર્યાં:
રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ એક કાયદા ઉપર હસ્તાક્ષર કર્યાં છે,જે યુક્રેનમાં રશિયાની સંપત્તિ જપ્ત કરવા માટે મંજૂરી આપે છે. આ કાયદો યુક્રેનને રશિયા સંઘ અથવા તેના નાગરિકોની સંપત્તિને કોઈ જ વળતર વગર જપ્ત કરવાના અધિકાર આપે છે. સંસદે આ કાયદાને ત્રણ માર્ચના રોજ મંજૂરી આપી હતી. યુક્રેન મીડિયા સંસ્થા કીવ આઈન્ડિપેન્ડેન્ટે આ અંગે જાણકારી આપી હતી.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે જો રશિયા ઉપર આંતરરાષ્ટ્રીય આર્થિક દબાવ યથાવત રહેશે તો વૈશ્વિક ખાદ્ય કિંમતમાં વધારો થઈ શકે છે. પુતિનના વડપણ હેઠળ યોજાયેલી સરકારની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં રશિયાના કૃષિ મંત્રી દિમિત્રી પેટ્રુશેવે કહ્યું કે દેશના ખાદ્ય સુરક્ષા સુરક્ષિત છે અને મોસ્કો વૈશ્વિક કૃષિ બજારો માટે તેની નિકાસને લગતી જવાબદારી પૂરી કરવાની રહેશે.

બાજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયાના હુમલાને લીધે તેના દેશને આશરે 100 અબજ ડોલરનું જંગી નુકસાન થયું છે. બીજી બાજુ જો બાઈડને આરોપ લગાવ્યો છે કે અમેરિકામાં 40 વર્ષમાં સૌથી વધારે મોંઘવારી છે અને તેની પાછળ પુતિન જવાબદાર છે.

બાઈડને શું કહ્યું-:
વધારે મોંઘવારી હોવાનું માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે તેની પાછળ એક કારણ યુક્રેન પર હુમલો તથા પુતિનની જીદ છે. એ વાત ખરી છે કે અમેરિકામાં મોઘવારીનો દર 40 વર્ષમાં સૌથી વધારે છે, પણ રશિયાના રાષ્ટ્રપતિને તેમની આ હરકતની ઘણી મોટી કિંમત ચુકવવી પડશે. અમે મોંઘવારી ઉપર ટૂંક સમયમાં કાબૂ મેળવી લેશું.

વાતચીત નિષ્ફળ નિવડી:
ગુરુવારે તુર્કીના એન્ટાલ્યા શહેરમાં રશિયા અને યુક્રેનના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત નિષ્ફળ નિવડી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું કે વાતચીતથી અમે કોઈ પરિણામ ઉપર આવી શક્યા નથી. યુદ્ધ વિરામ ઉપર પણ કોઈ જ ચર્ચા થઈ નથી.

અમેરિકાની ચેતવણી:
અમેરિકાએ ચેતવણી આપી છે કે રશિયાની સેના યુક્રેન ઉપર કેમિકલ હુમલો કરી શકે છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા જેન સાકીએ કહ્યું કે અમેરિકાની જૈવિક હથિયાર પ્રયોગશાળા અને યુક્રેનમાં રસાયણિક હથિયારોના વિકાસ અંગે રશિયાનો દાવો પાયા વગરનો છે. આ મારફતે ભવિષ્યમાં હુમલા માટે જમીન તૈયાર કરવામાં આવી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.