5 જ કલાકમાં લાગ્યા 12 કરોડ રૂપિયા, 500ના છુટ્ટા કરાવવા લીધી લોટરીની ટિકિટ…

5 જ કલાકમાં લાગ્યા 12 કરોડ રૂપિયા, 500ના છુટ્ટા કરાવવા લીધી લોટરીની ટિકિટ…

શાકભાજી માટે 500ની નોટના છુટ્ટા કરાવવા માટે ખરીદેલી ટિકિટ પર લાગ્યું જેકપોટ, રાતોરાત કરોડપતિ બનવાની કહાની. કેરળમાં પેન્ટરને લાગી 12 કરોડની લોટરી. ખાલી છુટ્ટા કરાવવા માટે ખરીદી હતી લોટરી. આખું જીવન સંઘર્ષમાં કાઢ્યું અને હવે ખૂલ્યા નસીબના દ્વાર. કહેવાય છે કે ઉપરવાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડ કે. આ કથન કેરળના એક સામાન્ય વૃદ્ધ વયના વ્યક્તિ માટે સાચું પડ્યું છે. કિસ્મત ચમકી ત્યારે એવી ચમકી કે રાતો રાત બની ગયા કરોડપતિ.

77 વર્ષના સદાનંદન કેરળમાં રહે છે અને તેમને કેરળ સરકારની ક્રિસમસ ન્યુયર લોટરીમાં 12 કરોડ રૂપિયાનું ઈનામ લાગ્યું છે. અનેક વાર તેમણે લોટરીની ટિકિટ ખરીદી છે પરંતુ આ વખતે તો ખરેખર નસીબ જ બદલાઈ ગયું.

સદાનંદન ઘર માટે શાકભાજી લેવા માટે નીકળ્યા હતા અને 500ના છૂટ્ટા નહોતા. એટલે દુકાનદાર પાસેથી લોટરી ખરીદીની છુટ્ટા કરાવી લીધા અને તેના કલાકો બાદ જ પરિણામ આવી ગયા જેમાં તેમને જેકપોટ ઈનામમાં 12 કરોડ રૂપિયાની રાશિ ઈનામમાં લાગી.

તેમણે કહ્યું કે મેં ખાલી છુટ્ટા કરાવવા માટે ટિકિટ લીધી હતી અને બપોર સુધીમાં તો મને જાણ થઈ કે ઈનામ લાગી ગયું છે. મને વિશ્વાસ જ નથી આવતો કે હું કરોડપતિ બની ગયો છું.

નોંધનીય છે કે સદાનંદન પોતાના પરિવાર સાથે એક નાનકડા ઘરમાં રહે છે અને પેન્ટર છે. તેમણે આખું જીવન સંઘર્ષમાં વિતાવ્યું છે અને હવે પૈસા લાગી જતાં પોતાનું સારું ઘર બનાવવાનો નિશ્ચય કર્યો છે. તમને જણાવી દઈએ કે લોટરીના તમામ ટેક્સ કપાયા બાદ તેમના હાથમાં 7.39 કરોડ રૂપિયા આવશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *